Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ ક જે શેલેથી અંત વખાણ્યો; [૪૪૩ આવે બીજે કેણ શરણ લેવા ગ્ય છે? પછી વિદ્યાધર રાજાએ આ રીતે હોંકારો કરી બોલાવ્યા. “અરે કુમાર ! દૂર ચાલ્યા જા, નહિ તે હમણું નાશ પામીશ. અરે દુષ્ટ ! નિર્લજજ! અમર્યાદ! નિરંકુશ ! તું મારા જીવિતનું સર્વસ્વ એવી હંસીને ખળામાં લઈને બેઠો છે? અરે! તને બિલકુલ કેઈની બીક કે શંકા નથી ? જેથી તું મહારા આગળ હજી ઊભે છે. હે મૂર્ખ ! હંમેશાં દુઃખી જીવની માફક તું તરત મરણને શરણ થઈશ”
આ પ્રમાણે વિદ્યાધર રાજા તિરસ્કાર વચન બોલી રહ્યો, ત્યારે પોપટ શ કાથી, મયૂરપક્ષી કૌતુકથી, કમળ સમા નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિંચિત્ હાસ્ય કરીને કહ્યું. “અરે ! તું વગર પ્રજને કેમ હીવરાવે છે ? એ હીવરાવવું કઈ બાળક આગળ ચાલશે, પણ શરીર આગળ નહિ ચાલે. બીજાઓ તાળી વગાડવાથી ડરે છે. પરંતુ પડહ વાગે તે પણ ધીઠાઈ રાખનાર મઠમાંને કપોતપક્ષી બિલકુલ નહીં બીએ. એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તે પણ હું નહીં મૂકું, એમ છતાં સાપના માથામાં રહેલા મણિની પેઠે તું એની ઈચ્છા કરે છે માટે તને ધિક્કાર થાઓ. અરે! એની આશા છેડીને તું શીધ્ર અહિંથી દૂર થા. નહીં તે હું હારા દશ મસ્તકથી દશ દિપાળને બળી આપીશ.”
એટલામાં રત્નસારકુમારને પોતે સહાય કરવાની ઈચ્છા કરનારા ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શીઘ