Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨% મત કહાગ્રહ ભરીયા; શ્રિા. વિ. રક્ષણ કરવું. કામને બાધા થાય તે પણ ધર્મનું અને અર્થનું રક્ષાણુકરવું, કારણ કે ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તે કામ-ઇચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે- ભલેને કેપરીમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતું હોય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું હેટ ધનવાન છું.” કારણ કે, ધર્મ તે જ પુરુષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. આવક મુજબ ખર્ચનું પ્રમાણ-દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેજેટલી નાણાંની પેદાશ હોય તેને ચોથા ભાગને સંચય કરે; બીજે ચોથે ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડે, ત્રીજે ચે ભાગ ધર્મકૃત્યમાં તથા પોતાના ઉપગમાં લગાડ, અને એથે ચતુર્થ ભાગ કુટુંબના પિષણને અર્થે ખરચવે. કેટલાક એમ કહે છે કે–પ્રાપ્તિને અધે અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપર અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં, કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે. કેટલાક લેકે કહે છે કે–ઉપર આપેલાં બે વચનમાં પહેલું વચન ગરીબ