Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કો ત્રીજે અધ્યયને કણોજી, [ગ્રહ તેના કરતાં હજારગણું જોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું. કેવળાના એવા વચનથી પ્રતિબંધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું, તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચરે, એ અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ-ભક્તિથી પૂજા કરતો હતે. તથા બીજા, ત્રીજા વગેરે પહેરમાં દેશવિરુદ્ધ, રાજવિરુદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતું હતું, તેથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. જેમાં તેની ધર્મને વિષે દઢતા થઈ તેમ તેને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણીમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યા. આગળ જતાં ધનમિત્ર જુદા ઘરમાં રહ્યો અને ધમિઠ અને ઉત્તમ જાણીને કઈ શેઠે તેને પિતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોને સમુદાય વગડામાં જવા નીકળે ત્યારે ગોળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જાતે હતે. ગાયના સમુદાયને ઘણી ગોવાળિયે “આ અંગારા છે, એમ સમજીને સેનાને નિધિ નાંખી દેતું હતું, તેને જોઈ ધનમિત્રે કહ્યું. “આ સેનું છે કેમ નાંખી થો છે?” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ
આ સેનું છે એમ કહી અમને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યું છે.” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહેતા નથી” ગેકુળના ધણીએ કહ્યું. “એમ હોય તે અમને ગોળ વગેરે આપીને તું જ આ સોનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું