Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૦] કવણ આધાર. (૯) [શ્રા. લિ. કરવા નહીં (ત્રીજે પહેર થયા પહેલાં ભેજન કરી લેવું ), પહેલા પહેરમાં ભેજન કરે તે રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ઉલ્લંઘન કરે તે બળની હાનિ થાય છે. સુપાત્ર દાન આદિ કરવાની રીત-શ્રાવકે ભેજનને અવસરે પરમભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પિતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પોતાની ઈચ્છાએ આવતા મુનિરાજને જોઈ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે અભાવિત છે? કાળ સુભિક્ષને છે કે ભિક્ષને છે? આપવાની વસ્તુ સુલભ છે કે દુર્લભ છે? તથા આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃધ, રેગી, સમર્થ– દિવા અસમર્થ છે? ઈત્યાદિ વિચાર મનમાં કરે અને હરીફાઈ મોટાઈ, અદેખાઈપ્રીતિ, લજજા, દાક્ષિણ્ય,
બીજા લકે દાન આપે છે માટે મહારે પણ તે પ્રમાણે કરવું જોઈએ.” એવી ઈચ્છા, ઉપકારને બદલો વાળવાની ઈચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાતાપ વગેરે દાનના દોષ તજવા. પછી કેવળ પોતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી, ૪ર દેષથી રહિત એવી પોતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ત્રાદિ વસ્તુ, પ્રથમ ભજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પિતે મુનિરાજને વિનયથી આપવી, અથવા પોતે પિતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભું રહી પિતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું. આહારના ૪૨ દોષ પિંડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઈ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પિતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવું. મુનિરાજને યુગ ન હોય તે, “મેઘ વિનાની વૃષ્ટિમાફક જે કદાચ