Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૦૮] નારદ આવ્યું નવિ થઈ,ઊભી તેહ સુજાણ; [શ્રા. વિ. વત્સ! તને શું દુઃખ થયું ? કાંઈ મનને અથવા શરીરને પીડા થઈ નથી ને? જે કાંઈ તેવું હોય તો હું તેને ઉપાય ક” જે હોય તે વાત મને કહે, કેમકે મેતીની પણ કિંમત વિંધ્યા વિના થતી નથી.” પિતાનાં એવાં વચનથી સંતોષ પામેલા રત્નાસારે શીઘ બારણું ઉઘાડ્યાં, અને જે વાત બની હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કહી.
પિતાએ ઘણું આશ્ચર્ય પામીને કહ્યું કે, “હે વત્સ! એ અમારે પુત્ર આ સર્વોત્તમ અશ્વ ઉપર બેસી ભૂતળને વિષે ચિરકાલ ફરતાં એ અમને પોતાના વિયેગથી દુઃખી કરે” એવી કલ્પનાથી મેં આજસુધી તે ઘેડે ઘણું મહેનિતે ગુપ્ત રાખે, પણ તે હવે તારા હાથમાં જ સોંપજ પડશે, પરંતુ તેને યોગ્ય લાગે તે જ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસારકુમારને તે ઘોડો આપે. માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધનને આનંદ થાય છે, તેમ રત્નસારકુમારને ઘોડે મળવાથી ઘણે આનંદ થયે, શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે તેને આનંદ ન થાય? પછી ઘણે બુધિશાળીકુમાર, સૂર્ય જેમ ઉદયાચલ ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણચડાવેલા તે ઘોડા ઉપર ચઢ અને વયથી તથા શીલથી સરખા એવા શુભતા ઘોડા ઉપર બેઠેલા શ્રેષ્ઠ મિત્રની સાથે નગરની બહાર નીકળ્યો. ઈદ્ર જેમ પિતાના ઉશ્રવા અશ્વને ચલાવે છે, તેમ તે કુમાર, મેદાનમાં જેની
બરાબરીને અથવા ચઢિયાતા લક્ષણવાળે ઘોડે જગતમાં પણ નથી, એવા અશ્વને ફેરવવા લાગે. ડાહ્યા એવા કુમારે તે