Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] યણિી સૂત્રમાંજી, મોહે એહ પ્રબંધ [૪૧૯ ત્રણે જગતને કઈ વખતે જોવામાં ન આવેલા ઘનઘેર ધૂમાડામાં અતિશય ગર્મ કરનારે, ન સંભળાય એવા મહાભયંકર ઘુત્કાર શબ્દથી દિશામાં રહેનારા માણસેના કાનને પણ જજર કરનારે, તાપસ કુમારના પિતાના વૃત્તાંત કહેવાના મનોરથરૂપ રથને બળાત્કારથી ભાંગી નાંખી પિતાના પ્રભંજન એવા નામને યથાર્થ કરનારે, અકસ્માત્ ચઢી આવેલા મહાનદીના પૂરની પેઠે સમગ્ર વસ્તુને ડુબાડનારે તથા તોફાની દુષ્ટ ઉત્પાત પવનની પેઠે ખમી ન શકાય એ પવન સખત વેગથી વાવા લાગ્યો. પછી કાબેલ ચારની માફક મંત્રથી જ કે શું ! રત્નસારની અને પોપટની આંખ ધૂળવડે બંધ કરીને તે પવને તાપસ કુમારને હરણ કર્યો. ત્યારે પિપટે અને રત્નસાર કુમાર કાને ન સંભળાય એ તાપસ કુમારને વિલાપ માત્ર સાંભળે કે “હાય હાય ! ઘણી વિપત્તી આવી પડી ! સકળ લાકોના આધાર, અતિશય સુંદર, સંપૂર્ણ લેકના મનનું વિશ્રાંતિ સ્થાનક, મહેતા પરાક્રમી, જગતની રક્ષા કરવામાં દક્ષ એવા હે કુમાર ! આ દુખમાંથી મને બચાવ! બચાવ! ” કોધથી યુદ્ધ કરવા તૈયાર થયેલો રત્નસાર “ અરે પાપી! હારા જીવિતના જીવન એવા તાપસકુમારને હરણ કરીને ક્યાં જાય છે?” એમ ઉચ્ચ સ્વરે કહી તથા દષ્ટિવિષ સર્પ સરખી વિકરાળ તલવાર મ્યાનમાંથી કાઢીને હાથમાં લઈવેગથી તેની પછવાડે દેડયો. ભલે, પિતાને શૂરવાર સમજનાર લોકોની રીતિ એવી જ છે. વિજળીની પેઠે આંતશય વેગથી નિસાર શેડોક દૂર ગયે, એટલામાં રત્નસારના અદ્દભુત ચરિત્રથી અજા