Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૨૨] વિજય દેવ વક્તવ્યતાજી, શ્રા. વિ. નથી. કર્તવ્યના જાણ એવા રત્નસાર કુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પોપટની વાણી મનમાં ધારીને શેક કરે મૂકી દીધો. જાણ પુરુષનું વચન શું ન કરી શકે ? પછી રત્નસાર કુમાર અને પોપટ તાપસ કુમારને ઈષ્ટદેવની પેઠે સંભારતા છતાં અધરત્ન ઉપર બેસી પૂર્વની પેઠે માગે ચાલવા લાગ્યા. તે બંને જણાએ એક સરખું પ્રયાણ કરતાં અનુક્રમે હજાર મહોટાં વને, પર્વત, ખીણે, નગરે, સરેવરે અને નદીએ ઉલ્લંધી આગળ આવેલું એક અતિશય મનહર ઝાડેથી શોભતું ઉધાન જોયું. તે ઉદ્યાન, બીજે સ્થળે ન મળી શકે એવા સુગંધી પુપને વિષે ભમતા ભ્રમરને ઝંકાર શબ્દવડે જાણે રત્નસાર કુમારને ઘણ અદરથી માન ન આપતું હોય ! એવું દેખાતું હતું. પછી બંને જણે તે ઉદ્યાનમાં જતાં ઘણે હર્ષ પામ્યા. એટલામાં નવનવાં રત્નથી શોભતું શ્રી આદિનાથ પ્રભુનું મંદિર તેમણે જોયું. એ મંદિર પિતાની ફરકતી દવાથી હે કુમાર! આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈટ વસ્તુને લાભ થશે.” એમ કહી રત્નસાર કુમારને જાણે દૂરથી બોલાવતું જ ન હોય! એવું લાગતું હતું. કુમાર અશ્વ ઉપરથી ઉતરી, તેને તિલકવૃક્ષને થડે બાંધી, તથા કેટલાંક સુગંધી પુપ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયે. પૂજાવિધિના જાણ એવા રત્નસાર કુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના ફૂલવડે યથાવિધિ પૂજા કરીને જાગૃત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી.
“સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની