Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] એમ જિનવર કહેય. શુણે, (૯૬) - [૪૭ સરખો તે અશ્વ છે ખરે, તે પણ એ આશ્ચર્ય છે કે- તે સર્વ લેકેના મનને ખેંચનારે તથા પિતાની અને પિતાના ધણીની સર્વ પ્રકારે અદ્ધિને વધારનાર છે. કેમકે-કુશમુખ વાળા, નહીં બહુ જાડા નહી બહુ પાતળા એવા, મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા, ઉચાખંધને અને પહેલી છાતીને ધારણકરનારા, સ્નિગ્ધ રામરાજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણકરનારા, પૃષ્ઠભાગે ઘણું જ વિશાળ અને ઘણા વેગવાળા એવા સર્વ ઉત્તમગુણેને ધારણ કરનાર ઘોડા ઉપર રાજાએ બેસવું.” પવન કરતા પણ ચપળ એ તે ઘોડે અસવારનું મન વધારે આગળ દોડે છે કે, હું દેડું છું” એવી હરિફાઈથી જ કે શું ? એક દિવસમાં સગાઉં જાય છે. જાણે લક્ષ્મીને અંકુર જ હોય નહિ! એવા બેસવા લાયક ઘોડા ઉપર જે પુરુષ અસવાર થાય, તે સાતદિવસમાં જગતમાં શ્રેષ્ઠ એવી વસ્તુ મેળવે છે, એ ઘણી આશ્ચર્યની વાત છે ! અરે કુમાર ! તું પોતાના ઘરમાંની છાની વાત જાણતું નથી, અને પોતે પંડિતાઈને હોટ અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી મહારી વગર કારણે નિદા કરે છે! જે તુ તે ઘેડ મેળવીશ, તે હારૂં ધર્ય, શૂરવીરપણું અને ડહાપણ જણાશે.” એમ કહી કિન્નર, કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગએ. રત્નાસારકુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યા અને પોતાને ઘણો જ ઠગાચેલે માની આમણે દમણે થઈ શક કરવા લાગ્યા, પછી ઘરના મધ્યભાગમાં જઈ બારણું દઈ પલંગ ઉપર બેઠે. ત્યારે દીલગીર થયેલા પિતાએ આવી તેને કહ્યું કે, “હે.