Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
તે કારણ તે શ્રાવિકાજી,
[
'
@. કૃ.] ઘોડાને આક્ષેપથી અનુક્રમે ચારિત, વહ્નિત, ભુત, અને ઉત્તેજિત ચાર પ્રકારની ચાલમાં ચલાન્યા. પછી શુકલધ્યાન જીવને પાંચમી ગતિએ પહેાંચાડે છે ત્યારે તે જીવ જેમ બીજા સર્વ જીવને પાછળ મૂકે છે, તેમ કુમારે તે ઘોડાને આાસ્કતિ નામની ગતિએ પહોંચાડયો, ત્યારે તે ઘોડાએ બીજા સર્વે ઘોડાને પાછળ મૂકયા. એટલામાં શેઠના ઘરને વિષે પાંજરામાં રાખેલે એક બુદ્ધિશાળી પોપટ હતા, તેણે કાના પાર ધ્યાનમાં લઈ વસુસાર શેઠને કહ્યુ કે, “ હે તાત! આ મ્હારા ભાઈ રત્નસારકુમાર હાલમાં અશ્વરન ઉપર બેસીને ઘણા વેગથી જાય છે. કૌતુકના ઘણા રિસક એવા કુમાર ચાલાક મનના છે; ઘેાડા હિરણ સરખેા ઘણા ચાલાક અને ચાલતાં જખરા ક઼દકા મારનારા છે, અને દૈવની ગતિ વીજળીનાચમકારા કરતાં પણ ઘણી વિચિત્ર છે, તેથી અમે જાણી શકતા નથી કે, આ કામનુ પરિણામ કેવુ આવશે ? સારા ભાગ્યને જાણે એક સમુદ્ર જ હાયની ! એવા મ્હારા ભાઈનું અશુભ તા કઈ ઠેકાણે થાય જ નહીં, તથાપિ સ્નેહવાળા લોકોના મનમાં પેાતાની જેના ઉપર પ્રીતિ હાય તેવી બાબતમાં અશુભકલ્પનાએ આવ્યા વિના રહેતી નથી. સિંહુ જ્યાં જાય ત્યાં પેાતાની પ્રભુતા જ ચલાવે છે, તથાપિ તેની માતા સિંહણનુ મન પાતાના પુત્રના સંબંધમાં અશુભ કલ્પના કરી અવશ્ય દુઃખી થાય છે. એમ છતાં પણ પહેલાંથી જ પેાતાની શક્તિ પ્રમાણે યત્ના રાખવી એ બહુ સારી વાત છે. તળાવ મજબૂત હેાય તેવામાં જ પાળ બાંધવી, એ યુક્તિથી બહુ સારૂ