Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
રાકેસ્તવ તેણે નાર,
૧૨] ત્રિા. વિ. મનેારજન કરવાને અર્થે જ શુ! કિન્ત્રીની પેઠે મધુર સ્વરથી ઉલટ ગીતા ગાતી હતી. આગળ જતા રત્નસાર કુમારે હિડાળા ઉપર હિંચકા ખાતા એક તાપસકુમારને સ્નેહવાળી નજરથી જોયા, તે તાપસકુમાર મલાકમાં આવેલા નાગકુમાર જેવા સુદર હતા; પ્રિય ખાંધવ સરખી તેની દૃષ્ટિ જોતાંવેત જ સ્નેહવાળી દેખાતી હતી; અને તેને જોતાંજ એમ જણાતુ હતુ કે, હવે જોવા જેવુ કાંઈ રહ્યું નથી, તે તાપસકુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસારકુમારને જોઈ ને, જેમ વરને જોવાથી કન્યાના મનમાં લજજા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજજા, ઉત્સુકતા, હષ વગેરે મનેવિકાર ઉત્પન્ન થયા. ઘણા મને વિકારથી ઉત્તમ એવા તાપસકુમાર મનમાં શૂન્ય જેવા થયા, તથાપિ કોઈપણ રીતે ય પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યાં. “હું જગવલભ! હું સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર, અને અમારી સાથે વાતચીત કર. ત્હારા નિવાસથી કયા દેશ અને યુ નગર જગમાં ઉત્તમ અને પ્રશ'સાયેાગ્ય થયું? ત્હારા જન્મથી કયુ. કુળ ઉત્સવથી પરિપૂર્ણ થયુ...?ત્હારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પ પેઠે સુગંધીવાળી થઈ? કે જેની અમૈં પ્રશસા કરીએ? એવા ત્રૈલોકયને આનઢ પમાડનારા દ્ઘારા પિતા કયા ? તને પણ પુજવા યાગ્ય એવીહારી માન્ય માતા કાણુ ? સમગ્ર સુંદર વસ્તુમાં શ્રષ્ઠ એવા તુ જેમની સાથે સબંધ રાખે છે, તે સજ્જનની પેઠે જગતને