Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૪૦]
ગુતાણાને લેખે;
[શ્રા, વિ. કુંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરીદ્ય, અનુક્રમે બન્ને શ્રેષ્ઠી પેાતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાના અવસરે ઘણું કરીયાણું જોઈ દેવશ્રેષ્ઠીએ આગ્રહથી તેનું કારણ પૂછયુ.. યશશ્રેષ્ઠીએ પણ જે વાત હતી તે કહી. દેવશ્રેષ્ઠીએ કહ્યુ, “ અન્યાયથી મેળવેલુ એ કોઈ પણ રીતે સ'ધરવા યાગ્ય નથી; કેમકે, જેમ કાંજી અંદર પડે દૂધ નાશ થાય છે, તેમ આવુ' ધન લીધાથી પોતાનુ ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે. એમ કહી દેવશ્રેષ્ઠીએ તે સવ અધિક કરિયાણું હતું તે જુદું કરી યશશ્રેષ્ઠીને આપ્યુ. “ પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કાણુ મૂકે ?” એવા લેાભથી યશશ્રેષ્ઠી સર્વ કરિયાણુ પેાતાની વખારું લઈ ગયા, તેજ રાત્રીએ ચેારાએ યશશ્રેષ્ઠીની વખારે ચારી કરી સર્વાં કરિયાણુ` લઈ ગયા. સવારે કરીયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી ખમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠીને લાભ થયા. પછી યશશ્રેષ્ઠી પણ પસ્તાવા થવાથી સુશ્રાવક થયા. અને શુદ્ધ વ્યવહારથી બન ઉપાને સુખ પામ્યા. આ રીતે ન્યાય-અન્યાયથી ધન મેળવવા પર કથા. લૌકિકશાસ્ત્રમાં પણ દૃષ્ટાંત બતાવે છે. ૬. ૦૧ સામરાજાનુ દષ્ટાંત-ચ'પાનગરીમાં સામ નામે રાજા હતા. “ સુપને વિષે દાન આપવા યોગ્ય સારૂ દ્રવ્ય કચ' ? અને દાન લેવાને સુપાત્ર કાણુ ?” એવું મ’ત્રીને પૂછ્યું. મત્રીએ કહ્યું. આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યના યેાગ મળવા સવ ઢાકાને અને વિશેષ કરી રાજાને દુર્લભ છે. કેમ કે