Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૬૦] તે માને આરંભ અપાર, [શ્રા. વિ. પણ માબાપને પ્રતિબંધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિઓ ઘરમાં રહેલા કૂર્માપુત્રનું દૃષ્ટાંત જાણવું. પિતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કેઈ મિથ્યાત્વી શ્રેષ્ઠીના મુનિમપણાથી પિતે મહટ થએલે, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્ર થએલે મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટો શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે રથાપન કરનાર જિનદાસ શેઠનું દષ્ટાંત જાણવું. પિતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિશે
સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલકાચાર્યને બેધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ
માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે અને સ્ત્રીને સ્વભાવ એ હોય છે કે, નજીવી બાબતમાં તે પિતાનું અપમાન થયું હોય એમ માની લે છે. માટે માતા પિતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્ર પિતા કરતાં પણ તેમને વધારે સાચવવું. કારણ કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ કહ્યું છે કે ઉપાધ્યાયથી દસગણું શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સોગણા શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજારગણી શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરુષ સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂષો