Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૦] પુષ્પાદિક પૂજાને ઠાણ, (૨) [શ્રા. વિ. વાળસમારવા, ઓરિસામાં મુખ જેવું, તથા દાતણ અને તીર્થકર દેવની પૂજા કરવી એટલાવાનાં બેપર પહેલાં જ કરવાં. પોતાના હિતની વાંછા કરનાર પુરુષે હંમેશાં ઘરની આઘે જઈ મળ-મૂત્ર કરવું, પગધવા, તથા એ ઠવાડનાંખવો. જે પુરુષ માટીના ગાંગડા ભાગે, તૃણના કટકા કરે, દાંતવડે નખઉતારે, તથા મળ-મૂત્ર કર્યા પછી બરાબર શુધિ ન કરે, તે આ લેકમાં લાંબુ આયુષ્ય ન પામે, ભાંગેલા આસન ઉપર ન બેસવું. ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહીં. વાળ છુટા મૂકી ભેજન ન કરવું તથા નગ્ન થઈને ન ન્હાવું, નગ્નપણે સુઈન રહેવું, ઘણીવાર એંઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આશ્રયતળે સર્વ પ્રાણ રહે છે, માટે એંઠા હાથ મસ્તકે ન લગાડવા, માથાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કર. પુત્ર તથા શિષ્ય વિના સીખામણને અર્થે કેઈને તાડના પણ ન કરવી. પુરુષોએ કઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખાવું, તથા વગર કારણે વાર વાર માથે ન્હાવું નહીં. ગ્રહણવિના રાત્રિએ હાવું સારું નથી. તથા ભેજનકરી રહ્યા પછી અને ઊંડાઘરમાં પણ ન નહાવું. ગુરુને દેષ ન કહે, ગુરુ ફોધ કરે તે તેમને પ્રસન્ન કરવા. તથા બીજાલેકે આપણા ગુરુની નિંદા કરતા હોય તે તે સાંભળવી પણ નહીં. હે ભારત! ગુરુ, સતી સ્ત્રીઓ, ધમી પુરુષે તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિન્દા ન કરવી. કેઈપણ પારકી વસ્તુ ચેરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુરવચન પણ વગરકારણે બોલવું નહીં. પારકાદોષ ન કહેવા. મહાપાપ કરવાથી પતિત