Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ. ક] પુષ્પાદિક ઉપર તિમ જાણ, [૩૮૯ પિતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણા આદરથી જાતિને સંપ થાય તેમ કરવું, કારણ કે એમ ન કરે તે માન્યપુરુષની માનખંડના અને અપયશ થાય. પિતાની જાતિ છેડીને પરજાતિને વિષે આસક્ત થએલા લેકે કુકર્મમાં રાજાની પેઠે મરણપર્યંત દુઃખ પામે છે. જ્ઞાતિ માંહોમાંહે કલહકરવાથી પ્રાયે નાશ પામે છે, અને સંપમાં રહે છે, જેમ જળમાં કમળિની વધે છે તેમ વૃદિધપામે. સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલે પોતાને મિત્ર, સાધમી, જ્ઞાતિના આગેવાન, મોટા ગુણી તથા પુત્ર વિનાની બહેન એટલા લોકોનું અવશ્ય પોષણ કરવું. જેને હોટાઈ ગમતી હોય, એવા પુરુષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ-વેચાણ તથા પોતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. મહાભારત ગ્રંથમાં પણ કહ્યું છે કે પુરુષે બ્રાહ્મ મુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મનો તથા અર્થને વિચાર કરે. સૂર્યને ઊગતાં તથા આથમતાં કે ઈવખતે પણ ન જે. પુરૂષે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશાએ અને કાંઈ હરકત હોય તે ગમે તે દિશાએ મુખકરીને મળ-મૂત્રને ત્યાગ કરવો. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરુને વંદનાકરવી, તેમજ ભોજન કરવું. હે રાજા! જાણ પુરુષે ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન અવશ્ય કરવો કારણ કે તે હેય તેજ ધર્માદિ વગેરે થાય છે. એટલે ધનને લાભ હોય તેને ભાગ ધર્મકૃત્યમાં, ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બેથા ભાગમાં પોતાનું પિષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી.