Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૯૪ નિરોગી છે મુનિવર દેહ. (૩) [શ્રા. વિ. કરી તાડનાઓ સહન કરવી, અને તે અવસર આવે તે કાળાસાપની માફક ધસી જવું. સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લેને પણ બલિષ્ઠ લેકે ઉપદ્રવ કરી શકતા નથી. સામે પવન હોય તે પણ એકજથ્થામાં રહેલી વેલડીઓને તે કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતા નથી. વિદ્વાન પુરુષે શત્રુને એકવાર વધારીને તેને તદ્દન નાશ કરે છે, કારણ કે, પ્રથમ ગળખાઈને સારી પેઠે વધારે કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમાં સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરુષે સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ-અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે. જોકે પગમાં ભાંગેલા કાંટાને હાથમાના કાંટાથી કાઢી નાખે છે, તેમ ડાહ્યો પુરુષ એક તીણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પક્ષી મેઘને શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પિતાનું અંગ ભાંગી નાખે છે, તેમ પિતાની તથા શત્રુની શક્તિને વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણસૂત્રથી કૃષ્ણ સર્પને નીચે. પાડે, તેમ ડાહ્યા પુરુષે બળથી નહી થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું.નખવાળા અને શીંગડાવાળા જાનવરે, નદીઓ, શસ્ત્રધારી પુરુષ સ્ત્રીઓ રાજાઓ-એમને વિશ્વાસ કરે નહીં. પશુ અને પંખીથી લેવાના ગુણે-સિંહથી એક, બગલાથી એક, કુકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણ લેવી. સિંહ જેમ સર્વ શક્તિવડે એક ફાળ મારી પિતાનું કામ સાધે છે તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું.