Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩ ૦] અનુબંધે પૂજા નિવિદ્ય; [શ્રા. વિ. તે કહેવું શું? રાજાના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લેકે ધન લેવું હોય તે વખતે માત્ર ગાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ બેસવા આસન, પાન-બીડાં આદિ આપી બેટો-દેખાડવાને ભભકો દેખાડે છે, અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે
અમે ફલાણું તમારું કામ નહેતું કર્યું?” એમ કહી પિતે કરેલે તલના ફેરા સરખે યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વના દાક્ષિણ્યને તેજ વખતે મૂકી દે છે એ તેમને સ્વભાવ છે. કહ્યું છે કે-૧ બ્રાહ્મણમાં ક્ષમા, ૨ માતામાં ઢષ, ૩ ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિણ્યપણું એ ચારે અનિષ્ઠ જાણવાં, એટલું જ નહીં, પણ તે ઉલટા લેણદારને ખેટા તહેમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે કહ્યું છે કે-લે પૈસાદાર માણસ ઉપર બેટા તહેમત મૂકી તેને હેરાન કરે છે પણ નિર્ધન માણસ અપરાધી હોય તે પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાના સાથે ધનને વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કેઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તે તલવાર દેખાડે છે. તે પછી સ્વભાવથી ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી ? આ રીતે સરખે બંધ કરનારા નાગર લેકના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું - સરખો ધ ન કરનારા અગર નાગર લેકની સાથે પણ
ઉપર કહ્યા પ્રમાણે જ યથાયોગ્ય રીતે વર્તવું. -અન્ય ધમએનું ઉચિત અન્યદની ભિક્ષુકે આપણે