Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
કરી સામે પુત્ર જ શી વગેરેના સબમજ પુત્રની
દિ, ક] સામાયિક પ્રમુખે શુભ ભાવ, [૩૭. છે. ઘરને કાર્યભાર સારી પરીક્ષા કરીને ન્હાને પુત્ર એગ્ય હોય તે તેને માથે જ નાંખો. કારણ કે તેમ કરવાથી જ નિર્વાહ થવાને, તથા તેથી શભા વગેરે વધવાને પણ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલાં સર્વે પુત્રની પરીક્ષા કરી સેમે પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સેપ્યું. પુત્રની પેઠેજ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ ચગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહૂના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેષ્ઠીએ ચાખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી. જેથી વહૂ રહિણીને જ ઘરની સ્વામિની કરી, તથા ઉક્ઝિતા, ભગવતી અને રક્ષિત એ ત્રણે હટી વહુઓને અનુકમે કચરા વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું. પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તે તેને ઘતાદિ વ્યસનથી થતો ધનને નાશ, લેકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતે અટકે છે. તથા લાભ, ખરચ અને શિક્ષક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વચ્છંદી થતો નથી, તથા પિતાની મોટાઈ રહે છે. પુત્રની પ્રશંસા જ ન કરવી. કહ્યું છે કે-ગુરુની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી પ્રશંસા કરવી. પણ પુત્રની તે નહીં જ. કદાચ પ્રશંસા કરવી પડે તે પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે