Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દ. કૃ.]
જિનપૂજામાં શુભ ભાવથી,
[૩૬૯
સ્વેચ્છાથી હરવું-ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલન-પાલન કરે, અને તેના બુદ્ધિનાગુણુ ખીલી નીકળે ત્યારે તેને કળામાં કુશળ કરે. ખાલ્યાવસ્થામાં પુત્રનું લાલનપાલન કરવાનું કારણ એ છે કે, તે અવસ્થામાં તેનુ શરીર જો સ'કડાએલુ' અને દુખળ રહે તે તેકોઈ પણ કાળે પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર પાંચવર્ષીના થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવુ.. તે પછી દશ વર્ષ સુધી અર્થાત્ પંદર વર્ષ ના થાય ત્યાં સુધી તાડના કરવી, અને સાળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વવું. પિતાએ પુત્રને દેવ ગુરુ, ધર્મ, મિત્ર તથા સ્વજન એમના 'મેશાં પરિચય કરાવવેા. તથા સારા માણસેાની સાથે તેને મૈત્રી કરાવવી. ગુરુ આદિકને પરિચય આલ્યાવસ્થાથી જ હાય તા વટ્ઝલચીરની પેઠે હમેશાં મનમાં સારી વાસના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લેાકેાની સાથે મૈત્રી કરી હાય તા કદાચ નશીખનાવાંકથી ધન ન મળે તે પણ આવનારા અન તેા ટળી જાય જ, એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આ કુમારની અને અભયકુમારની મૈત્રી તે જ ભવમાં સિદ્ધિને અર્થ તે થઈ. પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હાય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કા ભારમાં જોડવા, તથા અનુક્રમે તેને ઘરની માલિકી સેાંપવી. “ કુળથી, જન્મથી અને રૂપથી ખરાબર હોય એવી કન્યા પરણાવવી ” એમ કહેવાનુ કારણ એ છે કે-કજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારને ચૈાગ થાય તે તેમના ગૃહવાસ નથી, પણ માત્ર વિટ...બા
શા. ૨૪