Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] દાન માન વંદન આદેશ, [૩૭૭ સમાન.” વગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ. પ્રત્યેનીક લેઓએ કરેલે ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુઓને, જિનમંદિર તથા વિશેષે કરી જિનશાસનને કઈ વિરોધી હોય, અથવા કઈ અવર્ણવાદ બોલતે હોય, -તે તેને સર્વ શક્તિથી વારે.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવતીના પૌત્ર જયકુમાર, જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર લેકએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યું હતું, તેને દાખલો જાણવો. પુરુષે પોતાને કંઈ અપરાધ થએ તે ધર્માચાર્ય શિખામણ દે ત્યારે “આપ કહે તે એગ્ય છે” એમ કહી સર્વ કબૂલ કરવું. કદાચ ધર્માચાર્યની કંઈક ભૂલ જણાય તે તેમને એકાંતમાં “મહારાજ, આપ જેવા ચારિત્રવંતને આ વાત ઉચિત છે કે ” એમ કહે. શિષ્ય સામું આવવું, ગુરુ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ધ એવાં વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વગેરે સમયને ઉચિત એવો સર્વ વિનય સંબંધી ઉપચાર ભક્તિથી કરવો. અને પિતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દૃઢ તથા કપટ રહિત અનુસંગ ધારણ કરવો, પુરૂષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યો કરેલા સમ્યકત્વ આદિ ઉપકારને નિરંતર સંભારે. ઈત્યાદિ ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ જાણવું.
સ્વ–નગર-નિવાસીઓનું ઉચિત-પુરુષ જે નગરમાં પિતે રહેતું હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિએ આજીવિકા કરનારા લેકે રહેતા હોય, તે “નાગર એવા નામથી કહેવાય છે. નાગર લોકોના સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે