Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૬૮] તેહથી લહિએ જવલતાગ; [શ્રા. વિ. વસતુને છોડી દે છે.” એમ વિચારી તેણે ભર્તારને કહ્યું કે ઘણાં દુખદાથી સજ્યને લઈને શું કરવું છે? બીજા બેહાથ અને એકમસ્તક માગ એટલે હારાથી બે વસ્ત્ર સાથે વણાશે.” પછી કેળીએ સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું અને વ્યંતરે આયું. પણ લેકેએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કેળીને રાક્ષસ સમજી લાકડાથી અને પથ્થરથી મારી નાંખે જેને પિતાને અક્કલ નથી, મિત્રનું કહેલું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે, તે મંથરળીની પડે નાશ પામે. ઉપર કહેલે પ્રકાર કવચિત બને છે, માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તે તેની સલાહ લેવાથી ઘણો ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાલ-તેજપાલતુ દષ્ટાંત જાણવું. સારા કુળમાં પેદા જન્મેલી, પાક વયની, કપટ વિનાની, ધર્મકરણી કરવામાં તત્પર, પિતાના સાધર્મિક અને સગા-વહાલાની સ્ત્રીઓની સાથે પિતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સેબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. સ્ત્રીને ગાદિક થાય તે તેની ઉપેક્ષા પુરૂષ ન કરે. તપસ્યા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા વિ ધર્મમાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય નકરે. કારણ કે પુરૂષ સ્ત્રીને પુણ્યનો ભાગ લેનારે અર્થાત્ ધર્મકૃત્ય કરાવવું એ જ પરમ ઉપકાર છે. સ્ત્રીસંબંધમાં આ ઉચિતચારણ છે. પુત્રનું ઉચિત : હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પૌષ્ટિક અને,