Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. ક] જે ઉતરતા મુનિને નદી. [૩૬૩. *માંદગીમાં સાચવનાર અને માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર પાંચે ભાઈ કહેવાય છે. ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણીની એકબીજાને સારી પેઠે યાદ કરાવવી. કેમ કે-જે પુરુષ, પ્રમાદ રૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં. મેહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેને પરમ બંધુ કહેવાય. ભાઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતને દૂત આવે શ્રી કષભદેવ ભગવાનને સાથે પૂછવા ગયેલા અઠાણું ભાઈઓનું દષ્ટાંત જાણવું. ભાઈ માફક દેસ્તની સાથે ચાલવું. સ્ત્રીનું ઉચિતઃ હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ. છીએ. પુરુષે પ્રીતી વચન કહી, સારૂં માનરાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એકસંજીવની વિદ્યા છે. તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. મેગ્યઅવસરે પ્રીતિ-વચનને ઉપગ કર્યો હોય તે તે દાનાદિકથી પણ ઘણું જ વધારે ગૌરવ પેદા કરે છે. કેમકે-પ્રીતિવચન જેવું બીજું કઈ વશીકરણ નથી, કળા-કૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જે બીજે ધર્મ નથી અને સંતેષસમાન બીજું સુખ નથી. પુરુષે પિતાની સ્ત્રીને ન્હવરાવવું, પગ દબાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પિતાનું કુટુંબ ધન વગેરેને વિચારકરી ઉચિત એવા વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય જેવાય છે, એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પિતાની કાય–સેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે તેમ કરવાથી તેણીને પતિ ઉપર સારે વિશ્વાસ રહે છે, તેને મનમાં સ્વાભાવિક રીતે