Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કૃ] તે વિધિ જગે જિન પૂજતા, [૩૬૫ પીરસવું, વાસણ વગેરે ખાં કરવાં, તથા સાસુ, ભરથાર નણંદ, દીઅર વગેરેને વિનય સાચવવો. એ રીતે કુલવધૂનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગૃહકૃત્યમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તે ગૃહકૃત્ય બગડે છે. સ્ત્રીને કાંઈ ઉઘમ ન હોય તે તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૂમાં સ્ત્રીઓનું મન રાખવાથી જ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિગ્રંથમાં કહ્યું છે કે–પુરૂષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રોનું હંમેશાં રક્ષણ કરવું, આમાને સંયમમાં રાખવો. સ્ત્રીને આપણાથી છુટી ન રાખવી–એમ કહ્યું એનું કારણ એ છે કે પ્રાયે માંહોમાંહે જેવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે જેવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામકરવાથી, પુરૂષને વિશે સ્ત્રીને દઢપ્રેમ થાય છે. ન જેવાથી, અતિશય જેવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચકારણથી પ્રેમ ઘટે છે. પુરૂષ સદા મુસાફરી કરતા રહે તે સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય, અને તેથી કદાચ વિપરીતકામ પણ કરે, માટે સ્ત્રીને આપણાથી બહુ છૂટી ન રાખવી. કાંઈક અપરાધ થયેલ હોય તે તેને એકાંતમાં એવી શીખામણ દે કે પાછે તે એવો અપરાધ ન કરે. ઘણું ક્રોધે ભરાણી હોય તે તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્તમસલતે તેની આગળ કહે નહી. “હારા ઉપર બીજી પરણું લાવીશ. એમ ન બોલવું.