Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
અનુક્રમે ગુણ શ્રેણીનું ચઢવું,
[૪૧
૬. કૃ.] —–જેમ સારા બીજને અને સારા ક્ષેત્રના ચેગ મળવા કઠણ છે, તેમ શુદ્ધ મનનાં દાતા અને યાગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેને યોગ મળવા પણ દુર્લભ છે. તે સાંભળી સામ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કાઈન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે ણિક લાકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા ચેાગ્ય કામ આઠ દિવસ સુધી કરી તેના બદલામાં આઠે દ્રષ્મ ઉપાર્જન કર્યાં. પ આવેથી સર્વ બ્રાહ્મણેાને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને ખેલાવવા સારું' મંત્રીને મેકલ્યા. મત્રીએ તે બ્રાહ્મણને મેલાવતાં તેણે કહ્યુ. કે- “ જે બ્રાહ્મણ લાભથી રાજા પાસેથી દાન લે, તે તમિસ્ત્રાદિક ઘેાર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે પેાતાના પુત્રનું માંસ ખાવું તે સારું, પણ રાજા પાસેથી દાન ન લેવું. દસ કસાઈ સમાન કુભાર છે, દસ કુંભાર સમાન કલાલ છે, દસ કલાલ સમાન વેશ્યા દશ વેશ્યા સમાન રાજા છે. એવાં સ્મૃતિ, પુરાણુ આદિનાં વચનાથી રાજા પાસેથી દાન લેવામાં દોષ છે માટે હુ' રાજદાન નહીં લઉં.... ” પછી મંત્રીએ કહ્યું, “ રાજા પાતાના ભુજાબળથી
ન્યાયમાગે મેળવેલું સારૂ નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનેાથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયેા. તેથી રાજાએ ઘણા હુ થી બ્રાહ્મણને બેસવા સારુ આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી આઠ દ્રમ્સ તેને દક્ષિણા તરીકે કોઈ ન જોઈ શકે એવી