Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૫૪] ભાવ ચરણે નવિ ભાખ્યું છે. (૮૩) [શ્રા. વિ. કે ધર્મ વિરુધ હોય તે છોડવી. લોક-ધર્મવિરૂદ્ધ વાત છેડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય અને સુખે નિર્વાહ થાય વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે લોકવિરુદ્ધ છોડનારા માણસ સર્વ લોકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમક્તિ વૃક્ષનું મૂળ છે. ધર્મવિરુદ્ધ–હવે ધર્મવિરુધ કહીએ છીએ. મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારવા, બાંધવા વગેરે. જુ તથા માંકડ વગેરે તડકે નાંખવા, માથાના વાળ મોટી કાંસકીથી સમારવા, લ વગેરે ફેડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત મહેટા જાડા ગળણાથી સંખાર વગેરે સાચવવાની યુક્તિ, પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણ શાક, ખાવાનાં પાન, ફળ વગેરે તપાસવામાં સમ્યફ પ્રકારે ઉપયોગ ન રાખ. આખી સોપારી, ખારેક, વાલોળ, ફળી વગેરે મોઢામાં એમની એમ નાંખવી, નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સૂતાં, ન્હાતાં, કાંઈ વસ્તુ મૂકતાં અથવા લેતાં. રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળમૂત્ર, બળ, કેગળે વગેરેનું પાણી તથા તાંબુલ, વગેરે નાંખતા બરાબર યતના ન રાખવી. ધર્મમાં આદર ન રાખો. દેવ, ગુરુ તથા સાધર્મિક એમની સાથે શ્રેષ કર, દેવદ્રવ્ય વગેરેની તથા સારા લોકેની મશ્કરી કરવી, કષાયને ઉદય બહુ રાખવે, બહુ દેષથી ભરેલું ખરીદવેચાણ કરવું, ખરકમ તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવર્તાવું. એ સર્વ ધર્મ વિરુધ્ધ કહેવાય છે.