Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પર દયા માત્ર શુદ્ધ જ વ્યહવાર; શ્રિા, વિ. પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, પણ કઈને કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં, પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે–પુત્ર પિતા આગળ બેઠા હોય ત્યારે તેની જે ભા દેખાય છે, તે શેભાને સોમો ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તે પણ ક્યાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઊઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અથે રાજ્યાભિષેકને અવસરે જ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાં જ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરું છું” એમ કહી ઘણુ માનથી તે વચન સ્વીકારવું, પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણીવાર લગાડવી અથવા કહેલું કામ અધુરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. સુપુત્ર દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું, કેમકે પોતાની બુદિધથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તે પણ તે પિતાને મનગમતું હોય તે જ કરવું. તથા સેવા ગ્રહણ આદિ તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનાર બીજા સર્વ જે બુદ્ધિના ગુણે તેમને અભ્યાસ કર. બુધિને પહેલે ગુણ માબાપ વગેરેની સારી સેવા કરી હોય તે, તેઓ દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે જ્ઞાનવૃદધ લોકેની સેવા ન કરનારા અને પુરાણુ તથા આગમ વિના પોતાની બુદ્ધિથી જુદી