Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] તે કારણ લાદિકથી પણ, [૩૪૭ સુંદર હોવાથી રાજાએ પિતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રેષ કરી રંકશ્રેષ્ઠી મ્લેચ્છ લોકોના રાજ્યમાં ગયે, અને ત્યાં કોડે સોનૈયા ખરચી મેગલ લોકેને વલભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યો. મેંગલેએ વલભીપુરના રાજ્યના તાબાને દેશ ભાંગી નાંખ્યો, ત્યારે રંકશ્રેષ્ઠીએ સૂર્ય મંડળથી આવેલા અશ્વના રખવાળ લોકેને છાનું દ્રવ્ય આપી તેમને ફોડી કપટકિયાને પ્રપંચ કરાવ્યો. પૂર્વે વલ્લભીપુરમાં એવો નિયમ હતું કે-સંગ્રામનો પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે અને પછી પહેલેથી જ તે કામ માટે ઠરાવી રાખેલા લે કે પંચવાજિંત્રો વગાડે, એટલે તે ઘોડે આકાશમાં ઊડી જાય. પછી ડાં ઉપર સ્વાર થયેલે રાજા શત્રુઓને હણે, અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘડો પાછો સૂર્ય મંડળે જાય. આ પ્રસંગે રંકશ્રેઠીએ પંચવાજિંત્રો વગાડનાર લેકેને ફેડયા હતા, તેથી તેમણે રાજા ઘડા ઉપર ચઢયા પહેલાં જ પંચવાજિંત્રો વગાડ્યાં. એટલે ઘેડો આકાશમાં ઊડી ગયે. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂર્યું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાખ્યો અને સુખે વલભીપુરને ભંગ કર્યો. કહ્યું છે કે વિક્રમ સંવત ૩૭૫ વરસ થયા પછી વલભીપુર ભાંગ્યુ, રંકશ્રષ્ઠીએ મેગલેને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રંકશ્રેષ્ઠીનો સંબંધ કહ્યો. વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપઃ અન્યાયથી મેળવેલા ધનનું