Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૪૪ તે પણ સન્મુખ ભાવેજી; શ્રા. વિ. આ લેકમાં સહુરૂષને ધિક્કારવા યોગ્ય થાય છે. પરકમાં નરકાદિતિમાં જાય છે માટે એ ચેાથે ભાંગ વિવેકી પુરુષોએ અવશ્ય તજે. કેમકે–અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલાધનથી લેકે જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, ભિલ અને હલક જાતના લેકો ધરાઈ રહે છે. ન્યાયયથી મેળવેલું ઘેડું પણ ધન જે સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે. પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે પણ તેથી કાંઈનીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ સ્વકલ્યાણની ઈચ્છા રાખતા હોય તે કાલકૂટ ઝેરનું ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પિતાને નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાયના માર્ગે ચાલનારે, કલેશી અહંકારી અને પાપકમી હોય છે. આ પર રંકઠીની કથા ૬.૭૩ અન્યાયનાધનથી દુઃખી થનાર જંકશેઠની કથા મારવાડ દેશમાં પાલી ગામમાં કાકૂયાક અને પાતાક નામે એ ભાઈ હતા. તેમાં ન્હાને ભાઈ પાતાક ધનવંત અને મોટો ભાઈ કાયાક બહુ દરિદ્રી હતા. મોટો ભાઈ દરિદ્રી હેવાથી ન્હાનાને ઘેર ચાકરી કરી પોતાને નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલે કાયાક રાત્રિએ સૂઈ રહ્યો, એટલામાં પાતાકે એલંભા દઈને કહ્યું કે, “ભાઈ આપણા ખેતરના ક્યારામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એ ઠપકે સાંભળી તુરત પિતાની પથારી