Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૩૮] સકલ દેવના દરીયાઝ. (૮૧) [.. વિ. મંગાવી વાટવાની તૈયારી કરી, વહુએ સાચુ કહી અટકાવ્યા. સુશ્રાવકે ધનને ધર્મકૃત્યમાં ખરચવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે-દાનથી ધનને નાશ થાય છે, એમ તું કેઈકાળે પણ સમજીશ નહીં. જુઓ કુવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. ૬.૬૯વિદ્યાપતિનું દૃષ્ટાંત-વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠી ઘણે ધનવાન હતે. લક્ષમીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દસમે દિવસે હારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તે જ દિવસે ધર્મના સાતે ક્ષેત્રોમાં વાપર્યું. અને તે ગુરુ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત
સમયે જોયું તે પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ' ધન તેને જોવામાં આવ્યું, ત્યારે ફરીથી તેણે સર્વ ધન
ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ થયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષ્મીએ કહ્યું કે, હારા પુણ્યને લીધે હું હારા ઘરમાંજ ટકી રહી છું.” લક્ષ્મીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિમાણ વ્રતને કદાચ ભંગ થાય, એવા ભયથી સ્વનગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક નગરને રાજા પુત્ર વિનાને મરી ગયા હતા, તેની ગાદીએ ગ્ય પુરુષને બેસાડવાને માટે પસ્તીની શુંઢમાં મંત્રી વગેરે લોકોએ કળશ અભિષેક રાખ્યો હતે. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે