Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ, ] ઢાળ-૬ અવર છો નય સાંભલી, [૨૫૫ એકાંતર ઉપવાસથી ૧૫૦ વર્ષ સુધી તપસ્યા કરી ત્યાથી મરીને તું રાજા થયો છે. તેની ખાત્રી માટે કલિંજરગિરિની તળેટીમાં શાલવૃક્ષ નીચે હજુ તારી જટા પડેલો છે. સેવકો દ્વારા જટા મંગાવી. પૂર્વભવ જા. ગુરૂ મહારાજની નિશ્રામાં સંઘ સહિત શત્રુ જ્યની યાત્રા કરી. પછી દિગંબરેએ પચાવી પાડેલ ગિરનારતીર્થ વેતામ્બરોને અપાવ્યું.
આમરાજા બક્ષથસૂરિના અને કુમારપાળરાજ શ્રી હેમચંદ્રસૂરિના સદુપદેશથી બોધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે. હવે થાવસ્ત્રાપુત્રની કથા સંક્ષેપથી કહે છે. ૬. ૩૬ થાવાપુની કથા
દ્વારિકા નગરીમાં કઈ સાર્થવાહની થાવગ્ના નામે સ્ત્રી ઘણી ધનવતી હતી, થાવસ્થાપુત્ર એ નામે ઓળખાતે તેને પુત્ર બત્રીશ કન્યા પર હતે. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબંધ પામે. થાવસ્થામાતાએ ઘણે વાર્યો, તે પણ તેણે દીક્ષા લેવાને વિચાર માંડી વાળે નહિ ત્યારે તે થાવચ્ચ પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ કૃષ્ણ પણ થાવાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહીં વિષયસુખ ભગવ.” થાવાપુત્રે કહ્યું કે, “ભય પાસેલા માણસને વિષયભોગ ગમતા નથી.” કૃગણે પૂછયું. “મારા છતાં તને ભય શાને?” થાવરચ્ચાપુત્રે કહ્યું “મૃત્યુને” પછી કૃષ્ણ પિતે તેને દીક્ષા ઉત્સવ કર્યો, થાવગ્નાપુત્રે હજાર શ્રેષ્ઠી સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂવ થયા, અને સેલક રાજાને તથા તેના પાંચસો