Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ ક એ દુદ્ધાર વ્રત એહનું દાખ્યું, [૩૯ ખરા લેકે ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય તે સમુદાય પિતાને સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોક નાયકપણું ધરાવે છે, તે પિતાને પંડિત માને છે અને મોટાઈ ઈચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે.
જ્યાં બંદીવાનેને તથા ફાંસીની શિક્ષા પામેલા લેકને રાખતા હોય, જુગાર રમાતે હોય, જ્યાં પોતાને અનાદર થતો હોય ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમન ન કરવું, જાણ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ઊંતરા તથા જયાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતે હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષને અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીને તથા કૂવાને કાંઠે અને જ્યાં ભસ્મ કયલા, વાળ અને માથાની પરીઓ પડેલી હોય એટલી જગ્યાએ ઘણીવાર ઉભા ન રહેવું. ઘણે પરિશ્રમ થાય તે પણ જે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. કલેશને વશ થએલે પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતું નથી. સત્કાર્યોના મનેર કરવા જોઈએ-માણસ છેક આડંબર રહિત હોય તે તેને જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કઈ પણ સ્થળે આડંબર છોડે નહિ વિવેકી પુરૂષએ પરદેશ ગયા પછી પિતાની
ગ્યતા માફક સર્વાગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી, કારણ કે તેમ કરવાથી જ મોટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ