Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૨૮] માન સાંકડે લોકેજી; શ્રિા, વિ. આરામ વગેરે આવે ત્યાં સુધી પિતાના બંધને વળાવવા જવું. કલ્યાણના અથી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક પુરૂ થયા પહેલા દૂર પ્રદેશ ન જવું. જાણ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસીની સાથે ગમન ન કરવું. તથા મધ્યાહ્ન સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માગે ગમન ન કરવું. કર પુરુષ, રખેવાળ, ચાડીયા, કર લેક અને અગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાથે કયાંય પણ ગમન ન કરવું. લક્ષમીની ઈચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલો થાક લાગે તે પણ પાડા, ગર્દભ, અને ગાયની ઉપર બેસવું નહિ. માણસે માગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ તથા શિંગડાવાળા પશુથી અને અધથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાથું લીધા વિના માર્ગે ગમન ન કરવું, મુકામ કર્યો હોય, ત્યાં ઘણી નિદ્રા ન લેવી. તથા સાથે આવનાર લેક ઉપર વિશ્વાસ ન રાખ. સેંકડે કાર્ય હોય તે પણ કયાંય એકલા ન જવું. જુઓ–એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કેઈપણ માણસને ઘેર ગમન ન કરવું. કેઈના ઘરમાં આડે માગે પણ પ્રવેશ ન કરે. બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરે અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરુષે પિતાની પાસે સાધન ન હોય તે જળના અને સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડુ જળ એટલાં વાનાંનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણા