Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૨] કર્મ આપણા ટાલે છે. [. વિ. કઈ ગામે જતા હતા. તેઓ સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારેવારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વ જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે,
આપણામાં કઈ અભાગી પુરુષ છે, માટે એકેક જણએ. મંદિરને ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહિં જ આવવું,” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણ દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો, એકવીસમે પુરુષ બહાર નીકળતું નહોતું. તેને વશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢયે. ત્યારે વીસ જણા ઉપર વીજળી પડી. તેઓમાં એક જ તે ભાગ્યશાળી હતે. માટે ભાગ્યશાળી પુરુષની સંગાથે જવું, તથા જે કાંઈ લેણદેણ હોય, અથવા નિધિ આદિ રાખ્યો હોય તે તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તે અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તે દુર્દેવના યુગથી જે કદાચિત પરગામમાં અથવા માર્ગમાં પોતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને વૃથા દુઃખ જોગવવું પડે. પરદેશમાં ધ્યાનમાં રાખવા જેવા નીતિવચનવિવેકી પુરુષે પરગામ જતી વખતે ધનાદિકની યોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુમ્બના સર્વે લેકેને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે-જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરુષનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી, કેઈને તાડના કરી તથા બાળકને રેવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાને વિચાર