Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
[333
ન
દિકર એ ત્રણે શિષ મારગ કહીએ, સંપત્તિ વધારતુ નથી, એમ ખરેખર અમને લાગે છે. અતિ લેાલ પથુન કરવા.-અતિલાભ ન કરવા. લેકમાં કહ્યુ છે કે અતિલોભ ન કરવા. તથા લાભના સમૂળ ત્યાગ પણ ન કરવા. અતિલેાભને વશ થએલા સાગરશેઠ સમુદ્રમાં ખુડીને મરણ પામ્યા. હુદ વિનાની ઈચ્છા જેટલુ ધન કોઈને પણ મળવાના સાઁભવ નથી, રંક પુરુષ ચક્રવ્રુત્તિપશુ વગેરે ઉચ્ચ પદવીની ઈચ્છા કરે, તે પણ તે તેને કોઈ વખતે મળવાનું નથી, ભેાજન, વસ્ત્ર આદિ તા ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે-ઈચ્છા માફક ફળ મેળવનાર પુરુષ પોતાની ચાગ્યતા માફક ઈચ્છા કરવી, લેાકમાં પણ પ્રમાણવાળી વસ્તુ માગે તેા મળે છે અને પ્રમાણવિનાની માગે તા મળતી નથી, માટે પેાતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવા. જે માણસ પોતાની ચાગ્યતા કરતાં અધિક જ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુના લાભ ન થવાથી હંમેશાં દુઃખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટકના અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અહેાનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેષ્ઠીનાં તથા એવાં જ બીજા દૃષ્ટાંત અહિં જાણવાં. વળી કહ્યુ` છે કે-માણસાના મનારથ જેમ જેમ પૂર્ણ થતા જાય, તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતુ જાય છે, જે માણસ આશાના દાસ થયે તે ત્રણે જગતનો દાસ થયા. અને જેણે આશાને દાસી કરી તેણે ત્રણે જગતને પોતાના દાસ કર્યાં. ધમ, અથ, કામનું સેવન-ગૃહસ્થ પુરુષે ધર્મ, અથ અને કામ એ ત્રણેનુ એક બીજાને માધ ન થાય તેવી રીતે