Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
સાધુ ભગતિ જિન પૂજન, [૩૦૭ થવાથી પિતાની પાસે સંગ્રહકરેલી તે વસ્તુ વેચતાં બમણો કે વધારે લાભ થાય, તે મનના પરિણામ શુધરાખીને લેવે, પણ વસ્તુનો નાશ થયે એ “ઠીક થયું” એમ મનમાં ન ચિંતવે. તેમજ કોઈપણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે. આપણું નથી, એમ જાણતાં છતાં ઉપાડવી નહીં. વ્યાજવટાવ કે કય-વિકય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગેરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટ જનોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલે લાભ મળે તેટલે જ લે. એમ પ્રથમ પંચાશકનીવૃત્તિમાં કહ્યું છે. ખોટાં માપ–તેલ ન રાખવાં–તેમજ ખોટાંકાટલાં અથવા ખેટાંમાપ રાખીને, ચૂનાધિક વ્યાપારકરીને રસની અથવા બીજવસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અગ્ય મૂલ્ય વધારીને, અયોગ્યરીતે વ્યાજવધારીને, લાંચ આપીને અથવા લઈને, કૂડ કપટ કરીને, ખોટું કે ઘસાયેલુંનાણું આપીને, કેઈન ખરીદ વેચાણને ભંગ કરીને, પારકા ગ્રાહકોને ભરમાવી ખેંચી લેઈને, નમૂને એક બતાવી બીમાલ આપીને, જ્યાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવાજ પ્રકારથી કેઈને પણ ઠગવું નહીં. કહ્યું છે કે-જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે. તે લેકે મોહજાળમાં પડી પોતાના જીવને જ ઠગે છે, કારણ કે, તે લેકે ફૂડ-કપટ ન કરત તે વખતે સ્વર્ગનાં તથા મેક્ષનાં સુખ પામત. આ ઉપરથી એ કુર્તક ન કર કે ફૂડ-કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લેકે વ્યાપાર ઉપર શી