Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કૃ] મૃષાવાદ વિકારણ જાણી, ૩૧૯ વધારે શક્તિમાન હોય તે તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે–આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે જે અવસ્થામાં માણસને સગે ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઊભા રહી ન શકે. હે લક્ષ્મણ! આપણા કરતાં મોટાસમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ, તે આપણે કાંઈ પણ આદરસત્કાર થાય નહીં, અને તે જે આપણે ઘેર આવે તે આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરેણુગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તે પણ કઈ પ્રકારે જે હેટાની સાથે પ્રીતિ થાય છે તેથી બીજાથી ન સધાય એવાં આપણાં કાર્યો બની શકે છે, તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે–ભાષામાં પણ કહેલું છે કે –પિતે જ સમર્થ થઈને રહેવું અગર કઈ મોટો પિતાને હાથ કરી રાખવે. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાને આ ઉત્તમ ઉપાય છે. હોટા પુરુષે હલકા માણસની સાથે પણ મત્રી કરવી, કારણકે સ્ફોટા પુરુષ ઉપર કઈ વખતે હલકા માણસ પણ સહાય કરી શકે છે, પંચાખ્યાનમાં કહ્યું છે કે – બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રે કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. શુદ્ર જીવથી થઈ શકે એવાં કામે સર્વે