Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૪] જાણી ધર્મ વિરૂદ્ધ રે કે તુજ. (૭૮) [શ્રા, વિ, બંધ થાય અને જે ગુપ્ત લઘુ પાપ કરે તે તીવ્ર કર્મબંધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મન-વચન કાયાથી અસત્ય વ્યવહાર કરો એ ઘણું જ હોટું પાપ કહેવાય છે અને અસત્ય વ્યવહાર કરનારા માણસો ગુપ્ત લઘુપાપ કરે છે. અસત્યને ત્યાગ કરનાર માણસ કઈ સમયે પણ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં, જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિર્લજજ થાય છે અને નિર્લજ્જ થએલો માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પિતાના ઉપર વિશ્વાસ રાખનારને ઘાત કર આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત ગશાસ્ત્રમાં કહી છે. તે એ કે–એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તે તે બેમાં પહેલું જ તેલમાં વધારે ઉતરશે તેથી તેને ઠગ એ અસત્યમય ગુપ્ત લધુ પાપની અંદર સમાય છે માટે કેઈને ઠગવાનું સર્વથા તજવું.
ન્યાય માર્ગને જ અનુસરો-ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે-ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકે
ડું થોડું ધન ઉપાર્જન કરે, તો પણ તેઓ ધર્મસ્થાનકે નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે ડું, પણ કેઈ વખત બંધ પડે નહિ, તેમ તેમને પૈસે નાશ પામતું નથી. બીજા પાપકર્મ કરનારા લોકે ઘણા પૈસા પિદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી, તે પણ મરુદેશનાં સરોવર થડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે