Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ, કૃ] આજ ન ચરણ છે આકરૂં, [૨૫ અનાદિ કાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિન્તા કરવી પડે ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. જોકે જેમ સાંસારિક કાર્યોનો આરંભ કરીને અહેરાત્ર ઉદ્યમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટલે પણ ઉદ્યમ જે ધર્મમાં કરે તો શું મેલવવાનું બાકી રહે? અર્થાત્ બધું જ મળી રહે. આજીવિકાના સાત ઉપાય
માણસની આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય-બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિકે વ્યાપારથી, વૈદ્ય આદિ લેકે પિતાની વિદ્યાથી, કણબી લેકે ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લેકે ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લકે પોતાની કારીગરીથી, સેવક લેકે સેવાથી અને ભિખારી લેકે ભિક્ષાથી પિતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય ઘત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળ, આદિ ધાતુ, મેતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે.
ત્રણ સાઠ પ્રકારનાં કરિયાણું છે” એવી લેકમાં પ્રસિદ્ધિ છે. પિટાના ભેદ જાણવા જઈએ, તે સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે. ઔષધ, રસ, રસાયન, અંજન, વાસ્તુ, શુકન,નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જર્યોતિષ, તક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાચે માઠું દયાન થવાને