Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
શહ સહિતનાદિ પેરે (શ્રા. વિ. સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કેઈ ધનવાન પુરુષ માં પડી જાય અથવા બીજા કોઈ એવાજ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણું લાભ થાય છે, ઠેકઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રેગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખે છે; તથા રેગીના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બેલનાર, સંસારી દુઃખથી પીડાયેલા માણસેના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી એઈને બેઠેલા પુરુષના મિત્ર જોષી જાણવા. વ્યાપારમાં ગાંધીને જ વ્યાપાર સરસ છે, કારણ કે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સે. ટકે વેચાય છે. આ વાત સાચી છે કે વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હંમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે-સુભટે રણસંગ્રામની, વૈદ્યો હોટા હોટા ધનવંત લેકેની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણની અને નિર્ગથ મુનિઓ લેકમાં સુભિક્ષની. તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વૈદ્ય લેકે માંદા પડવાની ઈચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલેભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા વૈદ્યના મનમાં દયા કયાંથી હોય?
કેટલાક વૈદ્ય તે પિતાના સાધમક દરિદ્રો, અનાથ મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઈચ્છે છે, અભક્ષ્ય વસ્તુ પણ ઔષધમાં નાંખીને રેગીને ખવરાવે; અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધન્વતરિની