Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
અણસમ દોષ જે પરતણે, [૨૯૧ સંગ્રહ કરી રાખે, તે પણ અવસર આવે તેને વેચવાથી મૂળ કિંમત જેટલું નાણું તે ઉપજશે, પણ આડું બોલનારા લોકોને ઉધાર આપ્યું હોય તે તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષ કરી નટ, વિટ (વેશ્યાના દલાલ) વેશ્યા તથા જુગારી એમની સાથે ઉધારને વ્યાપાર થડે પણ ન કરે. કારણ કે તેથી મૂળ દ્રવ્યને પણ નાશ થાય છે. વ્યાજવટાવને વ્યાપાર પણ જેટલું દવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરવી રાખીને જ કરે ઉચિત છે. તેમ ન કરે તે, ઉઘરાણી કરતાં ઘણો ફલેશ તથા વિરોધ થાય. વખતે ધમની હાનિ થાય. તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર મુગ્ધશેઠનું દૃષ્ટાંત છે. ૬. ૫૪. જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તથા તેને મુગ્ધ નામે એક પુત્ર હતું. મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભેળે હતો. પિતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતે હતે. અવસર આવતાં જિનદત્ત શ્રેષ્ઠીએ દસ પેઢીથી શુધ્ધ કુળમાં ઉત્પન્ન થએલી નંદિવર્ધન શ્રેષ્ઠીની કન્યાની સાથે
હોટા ઉત્સવથી પિતાના પુત્રને પરણાવ્યો. આગળ જતાં પુત્રની ભલમનસાઈ જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી, ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થને વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હે વત્સ! ૧ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી. ૨ કેઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠું જ ભેજન કરવું. ૫ સુખે જ નિદ્રા લેવી. ૬ ગામે