Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૯૦] તેહ અનાજ સેરે છે તુજ (૩૨) [શ્રા. વિ. બીજી ઘણી વસ્તુ ભેગી થએલી હોય એવું કરિયાણું ઘણું વ્યાપારીઓએ પતિથી લેવું. એટલે વખતે ખેટ આવે તે સર્વેને સરખે ભાગે આવે, કેમકે વ્યાપારી પુરુષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતા હોય તે, કરિયાણા દીઠા વિના બાનું ન આપવું, આપવું હોય તે બીજા વ્યાપારીઓની સાથે આપવું. ક્ષેત્રશુદ્ધિ. ક્ષેત્રથી તે જ્યાં સ્વચક, પરચક, માંદગી અને વ્યસન આદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હોય, તે ક્ષેત્રમાં વ્યાપાર કર. બીજે બહુ લાભ થતું હોય તે પણ ન કરે. કાલ શુદ્ધિ-કાલથી બાર માસની અંદર આવતી ત્રણ અઠ્ઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વજેવી, અને વર્ષાદિ ઋતુ આશ્રયી જે જે વ્યાપારને સિધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જવા. કઈ ત્રાતમાં કયે વ્યાપાર વર્જ? તે આ ગ્રંથમાં જ કહીશું. ભાવશુદ્ધિ-ભાવથી તે વ્યાપારના ઘણા ભેદ છે. તે આ રીતે - ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે, એમની સાથે થોડો વ્યવહાર કર્યો હોય તે પણ પ્રાયે તેથી લાભ થતે નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લેકેથી 'ડર રાખવું પડે, તેવા શસ્ત્રધારી આદિ લેકની સાથે થોડે
વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કેઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કઈ કાળે પણ વ્યવહાર ન રાખવે. પાછળથી આડું બેલનાર લેકેની સાથે ઉધારને " વ્યાપાર પણ ન કરે, કેમકે–વસ્તુ ઉધાર ન આપતાં