Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૮] નિજ હસણ ગુણ ઉમે શિા વિ તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મહું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. અમૃત તે ખેતી અને સત્યાગ્રુત એટલે વેપાર જાણ. વણિક લેકેને તે દ્રવ્ય સંપાદન કસ્વાને મુખ્ય માર્ગ વ્યાપાર જ છે. કહ્યું છે કે-લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળે ક્મળવનમાં રહેતી. નથી, પણ પુરુષના ઉઘમરૂપ સમુદ્રમાં તેનું મુખ્ય સ્થાન છે.
વિવેકી પુરુષે પિતાને અને પોતાના સહાયક ધન, બળ, ભાગ્યોદય, દેશ, કાળ આદિને વિચાર કરીને જ વ્યાપાર કરે નહીં તે ખોટ વગેરેને સંભવ રહે છે. કહ્યું છે કે-બુદ્ધિશાળી પુરુષે પોતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું. તેમ ન કરે તે લેકમાં કાર્યની અસિદિધ, લજજા, ઉપહાસ, હાલના તથા લક્ષ્મીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કેદેશ કર્યો છે? મહારા સહાયકારી કેવા છે? કાળ કે છે? મહારે આવક તથા ખર્ચ કેટલું છે ? હું કરું છું અને હારી શક્તિ કેટલી છે? એ વાતને દરરોજ વારંવાર વિચાર કર. શીધ્ર હાથ આવનારાં વિદન વિનાના, પિતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધને ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શીધ કાર્યની સિદિધ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લક્ષ્મી પુણ્ય અને પાપમાં કેટલે ભેદ છે? તે જણાવે છે. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ.
વેપારમાં વ્યવહારશુધિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ એ પ્રકારના ચાર ભેદથી જાણવી.