Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૬૪) દીસે અસઠ આચાર રે; શ્રિા. વિ. બત્રીસ પુત્રવધુને આપી. બીજે દિવસે વાપરીને કાઢી નાંખી. આ વાત શ્રેણીકના જાણવામાં આવતા શાલીભદ્ર વભવ જેવાની ઈચ્છા થઈ ત્રાધિ જોઈને આશ્ચર્યમુગ્ધ બન્યા. શાલીભદ્રના મનમાં પહેલા તે એમ થયેલું કે “રાજા” તે કઈ કરીયાણું હશે. પરંતુ માતાથી જાણ્યું કે આ આપણો સ્વામી છે. “સ્વામી” શબ્દ સાંભળતાં શાલીભદ્રને સંસાર અસાર લાગે અને આવી દિધ છોડીને સંયમ લીધે. પૂર્વભવે તે ભરવાડને બાળક હતું જેમતેમ કરીને ખાવા માટે ખીર બનાવી અને તપસી સાધુને તે બાળકે ભાવપૂર્વક વેરાવી. અનુમોદના કરી કે આજ મારૂં અહોભાગ્ય કે મને આ લાભ મળે તેવા ભાવથી ત્યાંથી મરીને શાલીભદ્રથયો. UF દ. ૪ર રેવતી શ્રાવિકાની કથા – શ્રાવસ્તિનગરીમાં વીર પ્રભુ ઉપર ગોશાળાએ તેજલેશ્યા મુકી. જેથી પ્રભુને લેહીના અતિસારથી છ માસ પડા રહી તે અવસરે સિંહ મુનિ રેવતી શ્રાવિકાને ત્યાંથી કેળાપાક વહોરી લાવી પ્રભુને વપરા અને રોગ મટયો. પ્રબળભાવ વૃધિથી વહોરાવતા રેવતીએ તીર્થકર નામકર્મ બાંધ્યું. જે ભાવીચોવીસીમાં સમાધિનાથ નામે તીર્થંકર થશે. ગ્લાન સાધુની વયાવચ્ચ વિષે-માંદા સાધુની વૈયાવચ્ચે કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેવું છે કે, હે ગૌતમ ! જે ગ્લાન સાધુની સેવા કરે છે તે મારા દર્શનને અંગીકાર કરે છે, જે મારા દર્શનને અંગીકાર કરે છે તે ધ્યાનની સેવા જરૂર કર્યા કરે જ અહંતના દર્શનને સાર એ છે કે, જિનઆણું પાળવી. ગ્લાનની સેવા કરવા