Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ.]
અધ પરંપરા ખાંધીઆ,
[૬૯
અને તપમાં સ ંતાષ કરવા જ નહી, ધર્મ સાધના કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી લીધા છે તે છેડનાર નથી માટે જેટલુ જલ્દી થાય તેટલું જલ્દી કરી લઉ અને વિદ્યા તથા દ્રવ્યઉપાર્જન વખતે એવી મુધ્ધિ રાખવી કે હું તા અજરામર છુ' માટે જેટલું શીખાય એટલું શીખ્યું જ જવુ, એવી બુધ્ધિ ન રાખે તે શીખી ન શકાય. અતિશય રસના વિસ્તારથી ભરેલા અને અાગળ કાઈ દિવસ શીખેલા નહીં એવા નવીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસના કરનાર મુનિ નવા નવા સવેગ અને શ્રધ્ધાથી આન દિંત થાય છે. જે અપૂર્વ અભ્યાસ નિર ંતર કરે છે તે આવતા ભવે તીર્થંકરપદને પામે છે; અને જે શિષ્યાદિકને સમ્યકૂ જ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલા બધા લાભ થશે તેનુ શુ કહેવું! થાડી બુધ્ધિ હોય તેા પણ નવા અભ્યાસ કરવામાં “ ઉદ્યમ રાખવાથી માષતુષાદ્રિક મુનિની પેઠે તે જ ભવમાં કેવળજ્ઞાનાકિનો લાભ પામે છે, માટે નવા અભ્યાસમાં નિર'તર પ્રવૃત્તિ ચાલુ રાખવી.
૬. ૪૯ માષતુષમુનિની કથા – મેાટી ઉમરે કોઈ એ દિક્ષા લીધી. પૂર્વસ ચિત કર્માયે ઘણી મહેનત કરવા છતાં કાંઈ આવડયું નહિ. ત્યારે ગુરુએ–મારૂષ માતુષ એટલે કાઈ ઉપર ક્રોધ ન કરવા કે પ્રેમ ન રાખવા માષ માતુષ’” આટલુ ગોખવાનું આપ્યું. તે પણ યાદ ન રહે એટલે માસતુષ માસતુ” ગોખવા લાગ્યા. કરા