Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ત કરનાર પર
દિ. ક] જેહમાં નિજ મતિ કલ્પના, રિ૬૭ નગરીમાં ધનાશેઠની પત્ની ભદ્રાને અવંતીસુકુમાર પુત્ર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતો હતે. એકદા આર્ય મહાગિરિએ ત્યાં વસતી કરી. પ્રતિક્રમણ પછી સ્વાધ્યાયમાં નલિની ગુલ્મ વિમાનના વર્ણનને સ્વાધ્યાય આવે, તે તેણે સાંભળ્યું અને જાણે પોતે અનુભવ્યું ન હોય તેમ લાગ્યું. રાત્રે મુનિ પાસે ગયે. હમણા નલિની ગુલ્મવિમાન વિશે જે કહ્યું તે તમે જોયું છે ? અમે જોયું નથી. પણ જ્ઞાનથી અને જ્ઞાનીએ ભાખેલું તે કહ્યું છે. કુમારે પૂછ્યું કે પ્રત્યે આ સ્થાન હું કેવી રીતે પામી શકું? સંયમથી સર્વ પામી શકાય છે. માતા અને પત્નીઓને સમજાવી દિક્ષા લીધી અણસણ કર્યું. એક દિવસને સંયમ પાળી મૃત્યુ પામી તે જ વિમાનમાં ઉત્પન્ન થયો. જૈન શ્રેષ તથા સાધુનિંદકને રેક્કા-શ્રાવકે સર્વ પ્રકારે જિનપ્રવચનના દ્વેષી તથા સાધુની નિંદા કરનારાઓને અટકાવવા. કહ્યું છે કે છતી શકિતએ આજ્ઞાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠા વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી. જેમ અભયકુમારે પિતાની બુદિધથી જૈનદ્રમક મુનિની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ. * દ. ૪૮ અભયકુમારની કથા – એકવાર સુધર્મા સ્વામી પાસે કેઈક કઠિયારાએ દીક્ષા લીધી. કેટલાક અજ્ઞાની લેકે એ “ખાવા ન મળવાથી દીક્ષા લીધી” તેમ કહી તેની મશ્કરી કરવા લાગ્યા અભયકુમારે તે વાત જાણું, નગરમાં ઢઢેરે પીટ જેને આ રત્નોના ઢગલા જોઈએ તે લઈ જાઓ. લોકોના ટોળેટોળા આવ્યા. અભયકુમારે એક શરત રાખી હતી કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને જિંદગીભર સ્પર્શ ન