Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] તેહજ બુધ બહુ માનીએ, [૨૬૫ ઉપર કીડા અને કઢથી પીડિત સાધુને ઉપાય કરનાર ઝભષભદેવના જીવ જવાનંદ નામના વૈદ્યનું દૃષ્ટાંત સમજવું, ક ૬, ૪૩ જીવાનંદ વૈદ્યની કથા – રૂષભદેવ પ્રભુને જીવ સમકિત પામ્યા પછી નવમાં ભવે જીવાનંદ વૈદ્ય હતા. તેને કેશવ, મહિધર, સુબુદિધ, પૂર્ણભદ્ર ને ગુણાકાર એ પાંચ મિત્રો હતાં. એકદા કોઢ રેગવાળા મુનિને જોયા. શરીરમાં કૃમિ ઉત્પન્ન થયા હતાં. મિત્રે ગોશીષચંદન અને રત્નકંબલ લાવ્યા વૈદ્ય લક્ષપાક તેલ લાવ્યા. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું પછી રત્નકંજલ ઢાકી તેમાં કૃમિ ચટયા તે મરેલી ગોયનાં શબમાં મુક્યા આમ ત્રણ વાર કરી મુનિને નીરોગી કર્યા. આ પુણ્યથી છએ મિત્ર દેવ થયા. વૈદ્યનો જીવ તે રૂષભદેવપ્રભુ થયા.
તેમજ સુસ્થાનકે સાધુને ઊતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે, જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે વસતિ, શય્યા, આસન ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક. જે અધિક ધનવાન ન હોય તેય છેડામાંથી થોડું પણ આપે. તપ નિયમના જેગથી યુકત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે, તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વિગેરે આપ્યાં જ છે. સાધુને ઉપાશ્રય આપવાથી જયંતિશ્રાવિકા વંકચૂલ, કેશા અવંતીકુમાલ, વિગેરે સંસારરુપસમુદ્ર તર્યા છે.
૬. ૪૪ જયંતિ શ્રાવિકાની કથા – કૌસાંબી નગરીમાં શતાનીક નૃપની બેન જયંતી હતી. વીરપ્રભુનાં સાધુઓને પ્રથમ વસતિ આપનાર હતી. એકદા વીરપ્રભુ સમવસર્યા. જીવહિંસા વિગેરે અનેક પ્રશ્નોના ઉત્તર મેળવ્યા. પછી ચંદનબાળા પાસે દીક્ષા લીધી. અંતે મેક્ષ પામ્યા.
*
*
.