Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] જેહ ન આગમ વારીએ, [૨૬૩ નિમંત્રણ ન કરીયે તે આપણે ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લેભી જાણું યાચતા નથી, માટે હાનિ થાય છે. દરરોજ સાધુને નિમંત્રણ કરતાં પણ જે આપણે ઘેર વહોરવા ન આવે તે પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે. ૬. ૪૦ નિમત્રણ ઉપર જીર્ણશેઠની કથાવિશાલીમાં છદ્મસ્થપણામાં ચોમાસી તપકરી કાઉસગે ઉભા રહેલા વીર પ્રભુને દરરોજ પારણાની નિમંત્રણ કરનાર જીર્ણશેઠ ચોમાસીને પારણે આજે તે જરૂર જ પારણું કરશે એમ ધારી ઘણું નિમંત્રણા કરી ઘેર આવી, ઘરઆંગણે ભાવના ભાવે છે. અહો ! ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણું કરશે, ઈત્યાદિક ભાવના ભાવતાં જ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય બાંધ્યું, અને પારણું તે પ્રભુએ મિથ્યાદષ્ટિ અભિનવશેઠને ઘેરે ભિક્ષાચરણની રીતે દાસીને હાથે અપાયેલા અડદના બાકળાથી કીધું. ત્યાં પંચદિવ્ય થયાં, એટલેજ માત્ર તેને લાભ થયે. બાકી તે વખતે જે જશેઠ દેવદુંદુભિને શબ્દ ન સાંભળતા તે તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થાત, એમ જ્ઞાનીયે કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે. આહારદિકવહેરાવવા ઉપર શાલીભદ્રનું, ઔષધના દાન ઉપર મહાવીરસ્વામીને ઔષધ આપવાથી તીર્થકરેગોત્રની બાંધનારી રેવતીશ્રાવિકાનું દૃષ્ટાંત
દ. ૪૧ શાલીભદ્રની કથા-ભદ્ર અને ભદ્રા શેઠાણને પુત્ર શાલીભદ્ર અત્યંત રૂધિવંત હતે. રત્નકંબલે જે રાજા ન લઈ શકે તે ભ માતાએ બધી લીધી. અને