Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કૃ] દાન હરણાદિક કેમ ઘટે,
[ ૭ ત્રિકાળ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળી ત્રણ એવી રીતે અહેરાત્રમાં સવ મળી સાત ચૈત્યવંદન શ્રાવક આશ્રય થયાં. એક વાર પ્રતિક્રમણ કરતા હોય તે છ થાય. સૂતી વખતે જે ન કરે તે પાંચ અને જાગતી વખતે ન કરે તે ચાર. જિનમંદિર ઘણું હોય તે પ્રતિદિન સાત કરતાં પણ વધારે ચૈિત્યવંદન થાય. શ્રાવકે ત્રણ ટંક પૂજા કરવાનું - કદાચિત ન બને તે ત્રણ ટંક અવશ્ય દેવવાંદવા. આગમમાં - કહ્યું છે કે–“હે દેવાનુપ્રિય ! આજથી માંડી જાવજજીવ સુધી ત્રણ કાળ વિક્ષેપ રહિત અને એકાગ્ર ચિત્તથી દેવ વાંદવા. હે દેવાનુપ્રિય ! અપવિત્ર, અશાશ્વત અને ક્ષણભંગુર એવા મનુષ્યપણુથી એજ સાર લેવા ગ્ય છે. પહેલા પહેરે
જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સુધી પાણી ન પીવું. મધ્યાન્હ સુધી દેવને તથા સાધુને વંદન કરાય ત્યાં સુધી ભેજન ન કરવું. તેમજ પાછલે પહેરે દેવને વંદના કર્યા વિના શયન ન કરવું.” બીજે પણ આમ કહ્યું છે ગીત નાટક ભાવ પૂજામાં પણ સમાય છે. ' ગીત નાટક પ્રમુખ અગ્ર પૂજામાં કહેલ છે, તે ભાવ પૂજામાં પણ આવે છે તે (ગત નાટક) મહા ફળનું કારણ હોવાથી મુખ્ય માગે તે ઉદયન રાજાની રાણી પ્રભાવતીની પેઠે પોતે જ કરવું. નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે – પ્રભાવતી હાઈ કૌતુકમંગળ કરી, ઉજજવલ વસ્ત્ર પહેરી હંમેશાં આઠમ તથા ચૌદશે ભક્તિરાગથી પિતેજ ભગવાન પાસે નાટક કરે. રાજા રણની અનુવૃત્તિથી પોતે મૃદંગ વગાડે. ભગવાનની ત્રણ અવસ્થાનું ચિતવન કરવું.