Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૯]
સૂત્ર અક્ષર પરાવર્ત્તના, [ા. વિ. હવે ધદત્ત રાજપુત્ર પેાતાના મેળાપથી માબાપને, સ્રીજા સગાવહાલાને તથા પેાતાના ચાકરીને આનદ પમાડયા, પુણ્યના મહિમા અદભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ઘણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજ તે દિવસે પણ વિધિસર કરી, અને પછી પારણું કર્યું. ધનિષ્ઠ પુરુષોના આચાર ઘણેા આચકારી હાય છે.
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજઓની સર્વ ને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઈ. તેમાં પહેલીનું નામ ધતિ, ખીજીનુ ક્રમ મતિ, ત્રીજીનુ ધમ શ્રી અને ચેાથીનું' ધર્માંણી
નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા, ચારે કન્યાએ વખત જતાં તરુણ અવસ્થામાં આવી ત્યારે લક્ષ્મીદેવીએ જ પેાતાનાં ચાર રૂપ બનાવ્યાં હાયની ! એવી રીતે તે દેખાવા લાગી. એક દિવસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનુ સ્થાનક એવા જિનમદિરમાં આવી અને અરિહતની પ્રતિમા જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામી.
તેથી જિનપ્રતિમાની પૂજા કર્યાં વગર અમારે ભાજન કરવુ ન કલ્પે.” એવા નિયમ લઈ હમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એકદિલ થઈ એવે નિયમ કર્યાં કે, “આપણા પૂર્વભવને મિલાપી ધનને મિત્ર જ્યારે મળે ત્યારે તેનેજ આપણે વરીશુ. અને બીજા કોઈ ને વરીશુ નહી. તે જાણી પૂર્વ દેશના રાજાએ પાતાની પુત્રી ધરતિને અર્થે મ્હોટા સ્વયંવર મંડપ