Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૧૬ નવિ-જાણે તસ મર્મ; [શ્રા. વિ. પ્રજ્ઞાહીનપણું ગણાય છે. આ વિચાર કીધા વિના આપે છેવટે દેવદ્રવ્યને વિનાશ કરે છે.
જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબૂલ કરીને પછી આ પેજ નહીં, દેવદ્રવ્યને નાશ તે ઉવેખે તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે.
જિન-પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન–ચારિત્ર વિગેરે ગુણેની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણું ભક્ષણ કરે છે તે અનંત સંસારી થાય છે. દેવદિવ્ય હોય તે મન્દિરનું સમારકામ તથા મહાપૂજા, સત્કાર આદિ થવાનો સંભવ છે. ત્યાં મુનિરાજને પણ યોગ મલી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિન પ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના થાય છે. જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન ગુણને દીપાવનાર એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અપભવમાં મોક્ષપદ પામનાર થાય છે.
જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાનદર્શનગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે, તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થંકરપદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ અને નવું પ્રાપ્ત કરવું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે, દેવદ્રવ્યના વધારનારને અહંત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર ગોત્ર બંધાય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ?
પંદર કમાન કુ-વ્યાપાર છે, તેમાં દેવદ્રવ્યની ધીરધાર