Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૩૦] તેમ તનુ કિરિયા સાજ સો. (૫૭) [શ્રા, વિ. મણીનું દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જુદા જુદા કામમાં લાગી જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીવ્ર અપાયું નહીં. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પાડી શસ્ત્રધારી ચેરેએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય તૂટી લીધું, અને “શેઠ આગળ જતાં આપણને રાજદંડ વગેરે કરાવશે.” એ મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી રૂષભદત્ત શ્રેષ્ઠીને પ્રાણ લીધો. રૂષભદત્તને જીવા મરણ પામી તેજ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડે થયે. તે નિત્ય જળાદિક ભાર ઘેર—ઘર ઉપાડે છે. તે નગર ઊંચું હતું. અને નદી ઘણું ઊંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, અહેરાત્ર ભાર ઉપાડવાને અને આકરી સુધા તથા પીઠ ઉપર માર સહવાને. એવા એવા કારણથી તે પાડાએ ઘણું. કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસે નવા બનાવેલા જિનમંદિરને કેટ બંધાતું હતું, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદિ જોઈ તે પાડાને જાતિ
સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં. પછી પૂર્વભવનાં પુત્રોએ જ્ઞાની ગુરુના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીને પાડાને છેડાવ્યો, અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલા કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પિતાના પિતાને ત્રણમાંથી મુક્ત કર્યો, પછી તે પાડે અનશન કરી સ્વર્ગે ગયે અને અનુક્રમે મુક્તિ પામ્યો. દેવદ્રવ્યાદિ આપવામાં વિલંબ કરવા ઉપર રૂષભદત્તની કથા